ગુજરાતના ચીફ જસ્ટિસે કોર્ટોના કામકાજ તેમજ મુલાકાતીઓ અંગે સર્ક્યુલરમાં જણાવ્યા મુજબ કોર્ટના કામકાજના કલાકોનું કડક પાલન કરવા આદેશ અપાયો છે. કોર્ટના કામકાજના દિવસોમાં હાઈકોર્ટની મુલાકાત ન લેવા પણ નિર્દેશ અપાયો છે. ઉપરાંત ન્યાયીક અધિકારીઓ કામના કલાકો દરમિયાન હાઈકોર્ટ પરિસરની મુલાકાત ન લે, મહાનુભાવોને ભેટ અર્પણ ન કરવા કે ભેટ ન સ્વિકારવાની સૂચના અપાઈ છે. નિર્દેશોનું પાલન ન કરનાર અધિકારીઓ સામે શિસ્તબદ્ધ કાર્યવાહી કરવા આદેશ અપાયો છે. કામકાજના કલાકો દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવાનો પણ નિર્દેશ કરાયો