અમદાવાદમાં ચાલતા અખબાર અને યુ ટયુબ ચેનલ પર આઇપીેએસ અધિકારીઓ તેમજ પોલીસ કમિશનરના તાબામાં આવતી પીસીબી પર ભ્રષ્ટ્રાચારના આક્ષેપ મુકીને પોલીસની છબી ખરડવાના કેસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા રાકેશ યાદવ નામના વ્યક્તિ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સંચાલક રાકેશ યાદવ પાસે આક્ષેપ અંગે પુરાવા માંગ્યા હતા. ત્યારે તેણે પોલીસને બદનામ કરવા માટે જ સમગ્ર ન્યુઝ પોસ્ટ કર્યાનો ખુલાસો થયો હતો. જેના આધારે ક્રાઇમ બ્રાંચમાં પીસીબી દ્વારા રાકેશ યાદવ સામે ઉચ્ચ પોલીસ અધિકારીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો ગુનો નોંધી યુ ટયુબની ચેનલ બ્લોક કરવા અને પાક્ષિકનું રજીસ્ટ્રેશન રદ કરવા માટે કાર્યવાહી કરશે