લોકસભા ચૂંટણીની તૈયારીઓનાં ભાગરૂપે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલજી ,રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહ તથા પ્રદેશ પદાધિકારીઓ અને પક્ષના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ સંગઠનાત્મક પાસાઓ અંગે ચિંતન તેમજ સરકારની યોજનાઓના લાભ છેવાડાના પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે તે અંગે ચર્ચા થઇ હતી.