યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA)નું એક જૂથ, કેન્દ્ર અને આસામ સરકારો વચ્ચે ત્રિપક્ષીય શાંતિ કરાર પર આજે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે . ઉત્તર-પૂર્વમાં ભારત સરકારના શાંતિ પ્રયાસો તરફ આ એક મોટું પગલું છે. ઉલ્ફા છેલ્લા ઘણા વર્ષોથી ઉત્તર-પૂર્વમાં સશસ્ત્ર સુરક્ષા દળો સામે હિંસક સંઘર્ષ કરી રહ્યું હતું. આ શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થયા બાદ સશસ્ત્ર સંગઠન ઉલ્ફાના હજારો કાર્યકર્તાઓ આત્મસમર્પણ કર્યું છે. અને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે . આ શાંતિ સમજૂતિ દરમિયાન નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને ઉલ્ફાના મંત્રણા તરફી જૂથના વડા અરબિંદા રાજખોવા સહિતનાં ડઝન જેટલાં નેતાઓ હાજરરહ્યા હતા