નાગરિકો સરળતાથી સ્થાનિક પોલીસ સ્ટેશન અને સ્થાનિક પોલીસ અધિકારીનો સંપર્ક કરી શકે તે હેતુથી ડી.જી.પી. દ્વારા રાજ્યના દરેક પોલીસ સ્ટેશનના અધિકારી તથા પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ.ને એક સ્થાયી (Fixed) મોબાઈલ નંબર અને મોબાઈલ ફોન ફાળવવામાં આવ્યા છે. હવે પોલીસ સ્ટેશનના PI/PSIની બદલી થવાથી પોલીસનો સંપર્ક કરવા નવો નંબર મેળવવા જેવી બાબતમાં નાગરિકોને કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે