શહેરમાં છેલ્લા મહિનાથી વરસાદની ગેરહાજરીને કારણે ગરમી અને બફારાનું પ્રમાણ વધતાં લોકો વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે પશ્ચિમ બંગાળની ખાડીમાં સક્રિય થયેલાં વેલમાર્ક લાૅ-પ્રેશરની અસરથી ફરીથી અમદાવાદ સહિત રાજ્યમાં ચોમાસાના દિવસો પાછા આવશે. જે અંતર્ગત 15 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદની ગતિવિધિ વધશે. ખાસ કરીને 17મીથી 9 દિવસ સારા વરસાદની સંભાવના છે.