ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત 17 કેડર માટે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં 4 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. તારીખ 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે