ગુજરાતમાં તાજેતરમાં જ મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રીએ ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી. રાજ્યમાં થતી ગુનાખોરીને કાબુમાં લેવા માટે પોલીસને સૂચનાઓ આપવામાં આવી હતી. પરંતુ ખુદ ધારાસભ્ય જ સલામત ના હોવાનો મામલો સામે આવ્યો છે. ભિલોડામાં ધારાસભ્ય પી.સી. બરંડાના ઘરમાં ઘૂસીને તેમની પત્નીને બંધક બનાવીને લૂંટારા દાગીના અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતાં .પત્નીને બંધક બનાવી લૂંટારા દાગીના અને રોકડ લઈ ફરાર થયા હોવાનું જાણવા મળ્યું છે.