ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજરોજ 18માં GIHED પ્રોપર્ટી શોનું ઉદદ્ઘાટન થયું છે. જે 5 થી 7 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ક્રેડાઈ અમદાવાદ દ્વારા પ્રોપર્ટી શોનું આયોજન અમદાવાદના ગણેશ ગ્રાઉન્ડ્સ, એસ જી રોડ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. ક્રેડાઈ અમદાવાદ દ્વારા આયોજિત આ ગુજરાતનો સૌથી મોટો પ્રોપર્ટી શો છે.