પાટણના સાંતલપુર તાલુકાના રોઝુ પાટિયા નજીક હાઇવે ઉપર ગાંધીધામથી ડીઝલ ભરીને રાધનપુર તરફ જઈ રહેલ ટેન્કર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં પલટી જવા પામ્યું હતું. જોકે અકસ્માતમાં કોઈ જાનહાની નહિ થતાં રાહત રહેવા પામી હતી. બીજી તરફ ટેન્કર પલટતાં ટેન્કરમાંથી ડીઝલ લીકેજ થતા લોકોએ ડીઝલ ભરવા પડાપડી કરી હતી.