અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ નાના ચિલોડા એસપી રીંગરોડ પાસેથી ઉત્તરપ્રદેશના અશરફસુલતાન અને ઝારખંડના ઈરફાન ઉર્ફે પીન્ટુને 10 લક્ઝુરિયસ કાર સાથે પકડીને દેશવ્યાપી વાહનચોરી તથા RTO કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાંચે બે આરોપીઓ સહિત 1.32 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.