ગુજરાત રાજ્યમાં લાંબા સમય બાદ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. હાલ લોકો હાડ થીજાવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. અને રાત્રે બજારો વહેલી બંધ થવાની સાથે સવારે વિલંબથી ખુલતા ઠંડીની અસર જોવા મળી છે. અબોલ પશુ પક્ષી પણ દયનિય પરિસ્થિતિમાં મુકાયા છે. આજે હવામાન વિભાગના જણાવ્યાનુસાર સૌથી નીચું તાપમાન દીવનું 10 ડિગ્રી અને સૌથી ઊંચું તાપમાન ઓખા 20 ડિગ્રી નોંધાયું છે. અને હજુ વાદળીયા હવામાન સાથે કમોસમી માવઠું વરસી શકે છે