માલદીવના મંત્રીઓ દ્વારા વડા પ્રધાન મોદી અને ભારત વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓ પછી, ભારતીય પ્રવાસીઓનો ગુસ્સો આગની જેમ ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયાથી લઈને ઓનલાઈન બુકિંગ પ્લેટફોર્મ સુધી દરેક જગ્યાએ ગુસ્સાની લહેર વધી રહી છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે અત્યાર સુધીમાં 10,500 હોટેલ બુકિંગ અને 5,520 પ્લેનની ટિકિટો કેન્સલ કરવામાં આવી છે. આ આંકડા માલદીવના પ્રવાસન ઉદ્યોગ માટે મોટો ફટકો છે.