સૂત્રોના અહેવાલ અનુસાર અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું 22 જાન્યુઆરીએ અમેરિકાના ન્યૂયોર્ક સિટીના ટાઈમ્સ સ્ક્વેર ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવી શકે છે. ભારતના તમામ રાજ્યોની સાથે સાથે વિદેશોમાં આવેલા વિવિધ ભારતીય દૂતાવાસો ખાતે પણ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ ઐતિહાસિક અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ-વિદેશના તમામ રામ ભક્તોને સંબોધિત કરશે.