સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને બદલ્યો છે. ગુજરાતના તોફાનો વખતે બનેલા ચોકાવનારા બનાવમાં આરોપીઓને છોડી મૂકવાના આદેશને સુપ્રીમ કોર્ટે રદ કર્યો છે.હવે 11 આરોપીઓને ફરીથી જેલના હવાલે થવું પડશે. સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોના દોષિતોની મુક્તિના મામલામાં પીડિતાની અરજીને મંજૂરી આપી દીધી છે. ઓગસ્ટ 2022 માં, ગુજરાત સરકારે બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. ગુનેગારોની મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી