રાજ્યમાં દર બે વર્ષે યોજાતા 10મા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા આગામી તા. 09 થી 13 જાન્યુઆરી 2024 દરમિયાન ગાંધીનગર ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’- 2024 યોજાશે. ત્યારે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રદર્શિત કરશે.જેમાં હાઇ-સ્પીડ રેલ અને બુલેટ ટ્રેન ટેક્નોલોજીના વિકાસ અને ફાયદાઓ દર્શાવતા હાઇ-ટેક ડિસ્પ્લે સહિત ઇન્ટરેક્ટિવ મોડલ્સનું પ્રદર્શન વિશેષ રહેશે.