નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ સોમવારે જણાવ્યું હતું કે, તેણે ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા અને નગર હવેલીમાં મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર માટે જમીન સંપાદનનું 100 ટકા કામ પૂર્ણ કરી લીધું છે. મુંબઈ-અમદાવાદ રેલ કોરિડોરને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર જમીન સંપાદન વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ માટે જરૂરી 1389.49 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે.