કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ, . સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને 22મી જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહનું આમંત્રણ પાઠવ્યું હતું.આ અંગે કોંગ્રેસે જણાવ્યું છે કે, આપણા દેશમાં ભગવાન રામની લાખો લોકો પૂજા કરે છે. ધર્મ એ અંગત બાબત છે. પરંતુ આરએસએસ/ભાજપે લાંબા સમયથી અયોધ્યામાં મંદિરનો રાજકીય પ્રોજેક્ટ બનાવ્યો છે. ભાજપ અને આરએસએસના નેતાઓ દ્વારા અધૂરા મંદિરનું ઉદ્ઘાટન સ્વાભાવિક રીતે ચૂંટણી લાભ માટે આગળ લાવવામાં આવ્યું છે. 2019ના સર્વોચ્ચ અદાલતના ચુકાદાનું પાલન કરતી વખતે અને ભગવાન રામની આરાધના કરનારા લાખો લોકોની લાગણીનું સન્માન કરતી વખતે, મલ્લિકાર્જુન ખડગે, . સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ સ્પષ્ટપણે આમંત્રણને RSS/BJP તરફી ગણાવી આમંત્રણનો અસ્વીકાર કર્યો છે.