માઈક્રોન, રિલાયન્સ, ટાટા ગ્રૂપ, સુઝુકી મોટર કોર્પોરેશન, આર્સેલર મિત્તલ સહિત વિશ્વ અને ભારતીય ઔદ્યોગિક દિગ્ગજોએ દસમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન સમયે ગુજરાતમાં તેમના વ્યવસાયને વિસ્તારવા માટે જાહેરાત કરી છે. જેમાં હજીરા ખાતે સ્ટીલ ઉત્પાદન માટેનો મેગા પ્રોજેક્ટ,બાયોગેસ ઉત્પાદન, જામનગરમાં 5000 એકરનું ધીરૂભાઈ એનર્જી ગીગા કોમ્પલેક્ષ , ઇવી વાહનો, બેટરી ઉત્પાદન, સી 295 ડિફેન્સ એરક્રાફ્ટ ,સેમીકન્ડક્ટર ફેબ, કંડલા ખાતે 20 લાખ કન્ટેનરની ક્ષમતા ધરાવતા અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલ્સના રોકાણ સહિતના પ્રોજકટોનો સમાવેશ થાય છે