અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં રામલલાનો અભિષેક કરવામાં આવશે. ત્યારબાદથી ભક્તો ભગવાન રામના દર્શન કરી શકે તે માટે ભારતીય રેલવેએ પણ મોટા સ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ગુજરાતથી અયોધ્યા સુધી ટ્રેન દોડાવવાની જાહેરાત કરાઈ છે. અયોધ્યા માટે અમદાવાદ, ભાવનગર, સુરત અને રાજકોટથી 'આસ્થા ટ્રેન' દોડાવાશે. આ અંગે રાજ્યકક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોશે માહિતી આપી છે.