સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર હશે. અહેવાલ અનુસાર, આ સત્ર 9મી ફેબ્રુઆરી સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 31મી જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે.ત્યાર બાદ 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સરકાર આ વચગાળાના બજેટમાં મહિલાઓ અને ખેડૂતોને લગતી મોટી જાહેરાતો કરી શકે છે