ફ્રાંસ કબૂતર બાજી મામલે તપાસ કરી રહેલી CID ક્રાઈમે દુબઈ, મુંબઈ, દિલ્હી, કલોલ, વલસાડ સહિતના કુલ 14 એજન્ટો વિરુદ્ધ છેતરપિંડી કરવાથી લઈને પુરાવાનો નાશ કરવા સુધીની કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. લેજન્ડ ફ્લાઈટમાં 300 ભારતીયને અમેરિકામાં ગેરકાયદેસર ઘુષણખોરી કરવવામાં આવતી હતી. જેમાં દુબઈ થઈને નિકારગુઆ એરપોર્ટ પર જયારે ફ્લાઈટ ફ્યુઅલ પુરાવવા ઉભું રહ્યું તે સમયે ફ્રાંસ પોલીસે તપાસ હાથ ધરી હતી. આ અંગેની તપાસ CID ક્રાઈમ અને CBI સહિત રાજ્ય બહારની એજન્સી પણ કરી રહી હતી