૨૨મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે. જેની પૂજન વિધિ આજથી શરૂ કરી દેવામાં આવી છે. આ પૂજન વિધિ ૨૨મી જાન્યુઆરી સુધી ચાલશે. મૈસૂરના અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની નવી પ્રતિમાને રામ મંદિરમાં સ્થાપિત કરાશે. જેના લોકો ૨૩મી જાન્યુઆરીથી દર્શન કરી શકશે. જે પ્રતિમાને પસંદ કરાઇ છે તે શ્યામલ રંગની છે, જેમાં પાંચ વર્ષના બાળ સ્વરુપમાં ઉભા આકારમાં હશે. અત્યાર સુધીમાં આશરે એક લાખ જેટલા આમંત્રણ આપવામાં આવ્યા છે. જેને પગલે અયોધ્યામાં ૨૨મી તારીખે બહુ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી શક્યતાઓ છે.