ખોખરામાં સગીરવયના વિદ્યાર્થી સાથે સુષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય આચર્યા બાદ તેનો વીડિયો બનાવીને અન્ય એક સગીરે ભોગ બનનાર પાસેથી રૂ. 10 હજારની માંગણી કરી હતી. ગભરાયેલા સગીરે આરોપીને રૂ. બે હજાર આપ્યા હતા જેનાથી ઉશ્કેરાઈને તેણે સગીરનો વીડિયો વાયરલ કરી દીધો હતો. આ અંગે સગીરના પિતાએ ખોખરા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે.