અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે મૂળ વડોદરાના યુવા ગુજરાતી એનઆરઆઈ ભારતની સૌથી મોટી ફ્લોટિંગ LED સ્ક્રીન બનાવી અને અયોધ્યા સરયૂ ઘાટમાં તરતી મૂકવા જઈ રહ્યા છે. આ સ્ક્રીન 1100 ચોરસ ફુટની રહેશે. આ સ્ક્રીનની લંબાઈ 69 ફૂટ અને ઊંચાઈ 16 ફુટ રાખવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 19 જાન્યુઆરીએ તેનું ઉદ્ઘાટન કરશે. 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના તમામ કાર્યક્રમો આ સ્ક્રીન પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે તેમ જાણવા મળે છે.