દેશભરમાં અત્યારે માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાત સરકારે NICના સહયોગથી વન નેશન, વન ચલણ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ મોબાઈલમાં ઇ-ચલણ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. આ એપ્લિકેશનના અમલથી વાહનચાલકોએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ સ્થળ પર જ ઇ-ચલણ આપવામાં આવશે અને વાહનચાલકો આ ચલણ સ્થળ પર પણ ભરી શકશે. આ સાથે 135 દિવસ સુધીમાં ચલણ નહીં ભરનાર વાહનચાલક સામે કોર્ટ કાર્યવાહી કરશે