ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમને વિવિધ કાર્યક્રમો અને પ્રવાસોમાં મળેલી ભેટો અને સ્મૃતિચિહ્નોની હરાજી કરશે. મુખ્યમંત્રી દ્વારા ભેટ તરીકે મળેલી વસ્તુઓનું અમદાવાદ સ્થિત વસુલત ભવન, સિટી ડેપ્યુટી કલેક્ટર (વેસ્ટ)ની કચેરી સરખેજ ગાંધીનગર હાઇવેના ગોતા વિસ્તારમાં 18 થી 20 જાન્યુઆરી દરમિયાન હરાજી માટે પ્રદર્શિત કરવામાં આવશે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન તેમને મળેલી ભેટોની હરાજી કરવા અને મળેલ નાણાનો સદ્કાર્ય માટે ઉપયોગ કરવાની પહેલ કરી.હવે આ પરંપરા વર્તમાન મુખ્યમંત્રીએ યથાવત રાખી છે.