વિમાની ફલાઈટ 12-12 કલાક મોડી થવાથી સંયમ ગુમાવનારા ઈન્ડિગો એરલાઈન્સના પ્રવાસીઓએ મુંબઈ એરપોર્ટના રન-વે પર જ અડીંગો જમાવીને ભોજન કર્યાના ચોંકાવનારા રિપોર્ટની ગંભીર નોંધ લઈને ડીરેકટોરેટ ઓફ સીવીલ એવીએશને એરલાઈન્સને 1.20 કરોડનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત મુંબઈ એરપોર્ટને પણ 60 લાખનો દંડ કરાયો છે. આ ઉપરાંત વિમાની સેવામાં ખામી બદલ એરઈન્ડિયા તથા સ્પાઈસ જેટને પણ 30-30 લાખનો દંડ કરાયો છે