રામલલાની મૂર્તિ આખરે રામ મંદિર પરિસરમાં પહોંચી ગઈ છે. આ મૂર્તિને ગર્ભગૃહમાં રાખવામાં આવી છે . બુધવારે રાત્રે રામલલાની મૂર્તિને ક્રેનની મદદથી રામ મંદિર પરિસરની અંદર લઈ જવામાં આવી હતી. તેની તસવીરો પણ સામે આવી છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા તેમનું આસન પણ તૈયાર કરી દેવાયું છે. રામલલાનું આસન 3.4 ફૂટ ઊંચું છે, જે મકરાણા પથ્થરથી બનેલું છે. મૂર્તિ મંદિરમાં લાવતા પહેલા મંદિરને સરયુ જલથી શુદ્ધ કરવામાં આવ્યું હતું