અયોધ્યા રામમંદિર ખાતે આગામી ૨૨ જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગતરોજ કેન્દ્ર સરકાર દ્વારા ૨૨ જાન્યુઆરીના રોજ તમામ કેન્દ્ર હસ્તકની કચેરીઓમાં બપો ૨:30 સુધી અડધો દિવસની રજા જાહેર કાર્ય બાદ આજરોજ રાજ્ય સરકાર દ્વારા ૨૨ જાન્યુઆરીના રોજ તમામ રાજ્ય હસ્તકની કચેરીઓમાં બપો ૨:30 સુધી અડધો દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જે અંગે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ તરફથી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે