પીપોદરા GIDCમાં સાપ્તાહિક રજાની માગ કરી રહેલા એક કામદારોનું ટોળું કંપનીઓમાં ઘુસી ગયું હતુ. કંપનીઓમાં કામ કરી રહેલા અન્ય કામદારોને કામ બંધ કરવાનું જણાવી કંપનીઓ બંધ કરાવી દીધી હતી. કંપની માલિકો દ્વારા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા સુરત જિલ્લા પોલીસના ધાડેધાડા GIDCમાં ઉતરી ગયા હતા.