સાબરકાંઠા જિલ્લામાં સાબરડેરી દ્વારા વેચાણ કરવામાં આવતા સાબર ઘીમાં વર્ષ 2024માં પ્રથમવાર કમુરતા બાદ ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. જેનો અમલ 16 જાન્યુઆરીથી થયો છે. 1 કિલોએ રૂ.15 અને 15 કીલોના ડબ્બાએ રૂ.225નો ભાવ ઘટાડો થયો છે. જેથી કમુરતા બાદ ઘટાડાને લઈને લગ્ન સીઝનમાં સહિત ગ્રાહકોને ફાયદો થશે.