વિધાનસભામાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ- 2023 થશે રજૂ
ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ- 2023 રજૂ થશે અને પાસ પણ થઇ જશે. અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ આ બિલ આવવાથી યુનિવર્સિટીની સ્વતંત્રતા પર નિયંત્રણ આવવાની ચિંતા વ્યક્ત કરી હતી. તો સામે પક્ષે રાજ્ય સરકારે આ બિલના ફાયદા ગણાવ્યા હતા.