અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે નેમ પ્લેટોમાં પણ ભગવાકરણ કરવામાં આવ્યું છે. જો કે, મેયરે કેસરી કલરની નેમ પ્લેટ લગાવવા બાબતે સ્પષ્ટીકરણ આપતા જણાવ્યું હતું કે, કેસરી કલર એ વીરતાનું પ્રતીક છે. અમને તેનો આભાસ પણ થાય છે અને ભારતીય જનતા પાર્ટીનો પક્ષનો કલર પણ ભગવો એટલે કેસરી છે. જોકે ,નેમ પ્લેટનો કલર બદલી નાખવાનો મુદ્દો કોઈ ચર્ચાનો મુદ્દો નથી.