સિવિલ હોસ્પિટલમાં 19 જાન્યુઆરીએ જામનગરથી બ્રેઇન હેમરેજ થયુ હોય તેવી હાલતમાં એક દર્દી દાખલ થયા હતા. 48 કલાકની સારવારના અંતે આ દર્દીને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ સિવિલની અંગદાનની ટીમના કાઉન્સેલર્સ અને તબીબો દ્વારા દર્દીના પરિવારજનોને અંગદાન માટે સમજાવવામાં આવ્યા હતા અને મિનિટમાં જ સગા અંગદાન માટે તૈયાર થઇ ગયા હતા. તેથી 51 વર્ષિય બ્રેઇનડેડ કાલુભાઇ ચોપડાના ચાર અંગોથી ચાર વ્યક્તિઓને નવજીન મળ્યું છે.