ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી છે . જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. કેબિનેટ બેઠકમાં આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંગે અભિનંદન પ્રસ્તાવ માટે આયોજન કરાયું છે.વિધાનસભા સત્રની તૈયારીઓની લઇને કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી રહી છે. વડોદરા હરણી બોટ દુર્ઘટનાની તપાસનો મુદ્દો પણ ચર્ચાશે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે તેના અંગે પણ ચર્ચા થવાની સંભાવના છે.