વાયરલ સર્ક્યુલર મુદ્દે ચૂંટણી પંચએ સ્પષ્ટતા કરી છે.દિલ્હી ચૂંટણી પંચ તરફથી જાહેર એક સર્ક્યુલર મુદ્દે મીડિયામાં કેટલાક સવાલ ઊભા થયા છે. તેમાં પૂછવામાં આવી રહ્યું છે કે, શું 16 એપ્રિલ 2024 લોકસભા ચૂંટણીની સંભવિત તારીખ છે? આ અંગે સ્પષ્ટતા કરાઈ છે કે, આ તારીખનો ઉલ્લેખ માત્ર અધિકારીઓ માટે ચૂંટણી પંચની ચૂંટણી યોજના અનુસાર ગતિવિધિની યોજના બનાવવાના 'સંદર્ભ'માં કરાયો હતો. આ નોટિફિકેશન દિલ્હીના તમામ 11 જિલ્લા ચૂંટણી અધિકારીઓને જાહેર કરાયું હતું. લોકસભા ચૂંટણી માટે વાસ્તવિક તારીખની હજુ પુષ્ટિ થઈ નથી