સેનાએ કાશ્મીરના બારામુલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક ઉરી, હાથલંગા વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં ત્રણેય આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા બે આતંકવાદીઓના ફોટોગ્રાફ્સ પણ જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા 6 દિવસમાં આ ત્રીજું એન્કાઉન્ટર છે. અનંતનાગના કોકરનાગ જંગલમાં 13 સપ્ટેમ્બરથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. 4 જવાનો શહીદ થયા છે. અહીં આતંકવાદીઓની શોધ ચાલી રહી છે.