બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની છત્રાલા ગ્રામ પંચાયતના સરપંચ ગીતા દેહળાજી સોલંકી, સરપંચના પતિ દેહળાજી મોબતાજી સોલંકી, સરપંચનો દીકરો વિક્રમસિંહ દેહળાજી સોલંકી અને સરપંચના ભત્રીજા જયપાલસિંહ શાંતીજી સોલંકી રૂા.૪૦,૦૦૦/-ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાતા ચકચાર મચી છે. ફરિયાદીએ છત્રાલા ગ્રામ પંચાયતનું આર સી.સી.રોડનું રૂ. 5,00,000 નું કામ પૂરું કર્યું હતુ, જેના બિલનાં નાણાંનો ચેક ફરિયાદી લેવા જતા આ લાંચ માંગી હતી.