અમદાવાદ શહેરમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલની નિયમોનુસાર હરાજી કરવા, નાશ કરવા તથા મુળ માલિકોને પરત કરવા અંગેની તા.૦૧/૧૦/૨૦૨૩ થી તા.૨૪/૦૧/૨૦૨૪ સુધી અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હોતી. જેના પરિણામ સ્વરૂપે ૩૦ કરોડથી વધુના મુદ્દામાલનો કોર્ટના નિયમોનુસાર નાશ કરવામાં આવ્યો છે. તેમજ હરાજી તથા મુળ માલિકોને શોધીને મુદ્દામાલ સુપરત કરવાની કામગીરી કરવામાં આવી હતી.