એક ઘટનામાં ગઠિયાએ બેંકના કસ્ટમર ઓફિસર તરીકેની ઓળખ આપી શિક્ષિકા પાસેથી તમામ માહિતી મેળવી બેંક ખાતામાંથી 1.90 લાખ ઉપાડી લીધાં હતા. જ્યારે, અન્ય એક બનાવમાં ઈન્વેસ્ટની લાલચ આપી વકીલ પાસેથી રૂપિયા 36,500 મેળવી લીધાં બાદ, પરત ન આપી છેતરપિંડી આચરી હતી. આ બંને બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે છેતરપિંડી તેમજ આઈ.ટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.