હવામાન વિભાગ હવામાનની આગાહી માટે ખાસ પ્રકારનાં વેધર બલુનનો પણ ઉપયોગ કરે છે. જેને એડવાન્સ બલૂન સાયન્સ તરીકે ઓળખાય છે. વેધર બલુન પાંચ ફૂટ કરતાં વધુ મોટું હોય અને તેનું વજન ૭૦૦ ગ્રામ હોય છે. વેધર બલુનમાં આધુનિક ટેકનોલોજીવાળું સેન્સર ગોઠવવામાં આવે છે. વેધર બલુન આકાશમાં ૩૬-૪૦ કિલોમીટર સુધી જાય. જોકે આકાશમાં આટલા અંતરે હવા ઘણી પાતળી થઇ જતી હોવાથી તે ફાટી જાય છે . તેમજ વેધર બલુન દ્વારા મળેલી માહિતીનો ઉપયોગ વિમાન ઉડ્ડયનમાં પણ થાય છે.