ગુજરાત હાઇકોર્ટે વડોદરા બોટકાંડ પર લીધેલી સુઓમોટો પર ગતરોજ સુનાવણી થઈ હતી. જેમાં હાઇકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને નોટિસ ઈશ્યુ કરી છે. સાથે જ ત્રણ અઠવાડિયામાં વિસ્તૃત જવાબ રજૂ કરવા હુકમ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે?, દુર્ઘટના થયા બાદ નિંદ્રા માંથી જગાડવામાં આવે છે. ત્યા જે લોકો એકટિવિટી ચલાવે છે તેમનો જવાબ જોઈએ. એક ચોક્કસ પોલિસી અમલમાં હોવી જોઈએ. કોન્ટ્રાકટર તો કોન્ટ્રાકટર છે પરંતુ અધિકારીઓની પણ જવાબદારી હોવી જોઈએ. આ સુઓમોટો પિટિશનનો વ્યાપ માત્ર હરણી તળાવના બનાવ પૂરતો જ સીમિત નથી રહ્યો, રાજ્યના તમામ તળાવો અને સરોવરો અને જળાશયોની સ્થિતિ બાબતે પણ કોર્ટ તપાસ કરાવશે.