બુલેટ ટ્રેનના માર્ગમાં સુરક્ષા વધારવાના આશયથી ૨૮ સિસ્મોમિટર્સ એટલે કે ધરતી કંપ માપક યંત્રો બેસાડવામાં આવશે તેમ મુંબઇ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો અમલ કરી રહેલી નેશનલ હાઇ સ્પિડ રેલ કોર્પોરેશન-એનએચએસઆરસીએલ-દ્વારા જણાવવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં મુંબઇ, થાણે, વિરાર અને બોઇસરમાં આઠ સિસ્મોમીટર્સ બેસાડવામાં આવશે. જ્યારે ગુજરાતમાં વાપી.બિલિમોરા, સુરત, ભરૃચ, વડોદરા, આણંદ, મહેમદાવાદ અને અમદાવાદમાં કુલ ૧૪ સિસ્મોમીટર્સ બેસાડવામાં આવશે. જેવી ધરતીકંપની ધુ્રજારી આ સિસ્મોમીટર્સમાં નોંધાશે કે આપોઆપ વીજ જોડાણ કપાઇ જશે. જેવું વીજ જોડાણ કપાઇ જશે કે બુલેટ ટ્રેનને ઇમરજન્સી બ્રેક વાગી જશે અને ટ્રેન ઉભી રહી જશે.