ગાંધીનગરમાં બનેલી ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટૅક્ સિટી (ગિફ્ટ સિટી) માં દેશનું પ્રથમ માનવરહિત પોલીસ મથક બનવા જઈ રહ્યું છે. જે સમગ્ર રાજ્ય માટે ગૌરવનો વિષય તો છે જ સાથે રાષ્ટ્રીય સ્તરે અન્ય પોલીસ વિભાગો માટે પ્રેરણાત્મક ઉદાહરણ પણ છે. આ મથકમાં કોઈ પોલીસકર્મી નહીં મળે. સમગ્ર સ્ટાફ ફિલ્ડમાં રહેશે. લોકો કિયોસ્ક થકી તમામ વહીવટી કાર્યો કરશે. આ માટે ગાંધીનગર SPને દુબઇ ખાતે અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા. આ માટે હવે ગૃહ વિભાગમાં સ્માર્ટ અને આધુનિક પોલીસ સ્ટેશન માટે પ્રપોઝલ મોકલાશે.