ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીમાં મુકાયા છે. EDએ ઝારખંડના સીએમના દિલ્હી સ્થિત આવાસ સહિત ત્રણ ઠેકાણા પર દરોડા પાડ્યા છે. કથિત જમીન કૌભાંડમાં ઘેરાયેલા સોરેનના ઠેકાણા પર સર્ચ ઓપરેશન બાદ એજન્સીએ કેશ, કાર અને દસ્તાવેજ મળ્યા હોવાનો દાવો કર્યો છે. EDના સૂત્રોએ જણાવ્યું કે, SUV કાર ઉપરાંત સોરેનના ઠેકાણા પરથી 36 લાખ રોકડ જપ્ત કર્યા છે.