સુપ્રીમ કોર્ટે તમામ કોર્ટોને આદેશ આપ્યો છે કે, તેઓ કેસ દાખલ કરતી વખતે વાદીની જાતિ અને ધર્મનો ઉલ્લેખ કરવાની પ્રથા બંધ કરે. ન્યાયાધીશ હિમા કોહલી અને ન્યાયાધીશ અમાનુલ્લાહની બેંચે તમામ હાઈકોર્ટને ખાતરી કરવા કહ્યું છે કે, તેમના અધિકાર ક્ષેત્ર હેઠળની ગૌણ અદાલતોમાં કોઈપણ અરજીમાં વાદીની જાતિ અથવા ધર્મનો ઉલ્લેખ ન થાય. રાજસ્થાનની ફેમિલી કોર્ટમાં વૈવાહિક વિવાદ કેસમાં પતિ-પત્નીની જાતીનો ઉલ્લેખ કરાતા સુપ્રીમ કોર્ટે આશ્ચર્યવ્યક્ત કર્યું હતું.