મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલા ઘનપુરા ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્ન હતા એ દરમિયાન પરિવાર જનોએ ગામમાં યુવકનો વરઘોડો કાઢવાના હતા એ દરમિયાન ગામના અન્ય સમાજ ના દસ થી વધુ લોકો હથિયારો સાથે લગ્ન યોજી રહેલા યુવકના ઘરે ઘસી આવ્યા હતા જ્યાં ગાળાગાળી કરી ઇજાઓ પહોંચાડી હતી.સમગ્ર કેસમાં બેચરાજી પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પરિસ્થિતિ સંભાળી હતી .