કોંગ્રેસ સાથે INDIA ગઠબંધનમાં લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત પછી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહ આજે એક દિવસ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. સંજયસિંહે મીડિયા સાથેને વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યાં પાર્ટીનું વર્ચસ્વ હશે ત્યાં એ પાર્ટી લોકસભાની ચૂંટણી લડશે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત બની રહી છે.