મ્યુનિ.ના એસ્ટેટ વિભાગમાં વોર્ડ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા સુનિલ રાણાએ ૧ એપ્રિલ-૨૦૧૦થી ૩૧ માર્ચ-૨૦૨૦ સુધીના સમયમાં તેમની સત્તાનો દુરઉપયોગ કરીને ૨.૭૫ કરોડથી વધુની મિલકત પોતાની પત્ની અને સંતાનોના નામે વસાવી હોવાનું અમદાવાદ શહેર એ.સી.બી.ની તપાસમાં બહાર આવતા એ.સી.બી.અમદાવાદ દ્વારા ફરિયાદ આપી ગુનો દાખલ કરેલો છે. મ્યુનિ.ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ્ટેટ-ટી.ડી.ઓ.એ સુનિલ રાણાને લાંચ રુશ્વત વિરોધી ખાતાની વધુ તપાસ ચાલુ હોવાથી અન્ય હુકમ ના થાય ત્યાં સુધી નોકરીમાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.